How to live married life – inspirational story in gujarati

Indian-Couple-understanding-and-adjusting-each-other-gujarationwebFor All Married Couple

લગ્નની પચીસી વટાવી ચૂકેલું એક દંપતી લગ્નની વર્ષગાંઠની પૂર્વ સંધ્યાએ એક બીજા સામે બેસીને એક બીજાના ગમા – અણગમાની ફરિયાદ કરે છે, ત્યાં પતિ એક સરસ પ્રસ્તાવ મુકે છે :

“આપણે બંને એક બીજાને એક એક નોટબૂક ભેટ આપીએ – તે નોટબૂકમાં આપણે રોજેરોજ એક બીજાની કયી વાત ના ગમી તે ટાંકતા રહેવાનું અને આવતી વર્ષગાંઠે એકબીજા સામે બેસીને એક બીજાની ખામીઓ વાંચવાની…. વર્ષ દરમ્યાન જે ખામી નજર આવે – આગામી વર્ષોમાં પ્રયત્ન કરવાનો તે ખામીઓ દુર કરવાનો – તે ભૂલનું પુનરાવર્તન ના થાય તે જોવાનું !!”પતિની આ વાત સાંભળી પત્ની પણ સંમત થઈ અને એક બીજાને નોટેબૂક્ની   આપ – લે કરી લીધી…….

વર્ષ વીતતું ગયું….વાતો – ભૂલો – ખામીઓ લખાતી રહી….

એક વર્ષના વહાણાં વાઈ ગયા….

ફરી લગ્નની વર્ષગાંઠે પતિ – પત્ની સામસામે બેઠા… એક બીજાની નોટબુકની આપ – લે કરી લીધી….

પહેલા આપ વાંચી સંભળાવો…ની હુંસાતુંસી જામી….આખરે મહિલા પ્રથમના ધોરણે પત્નીએ લખેલી નોંધ પતિએ વાંચવાની શરુઆત કરી…

પ્રથમ પાનું….બીજું પાનું…ત્રીજું પાનું…

ફિલ્મ જોવાનો વાયદો કરી મોડા આવ્યા….
બહાર જમવાનો વાયદો કરી ના લઇ ગયા….
મારા પિયરીયા આવ્યા ત્યારે સારી રીતે વાત ના કરી
મારા માટે ભંગાર સાડી ઉપાડી લાવ્યા…

આવી અનેકો રોજ-બરોજની ફરિયાદી પતિદેવે વાંચી….

પતિની આંખોમાંથી અશ્રુઓની ધાર વહેવા માંડી….

આખરે છેલ્લું પાનું પૂરું કરી પતિએ પત્નીને કહ્યું :

“તારી બધી ફરિયાદો હું કબુલ કરું છું અને આગામી વર્ષોમાં તેનું પુનરાવર્તન ન થાય તેનું હું ધ્યાન રાખીશ…..

હવે પત્નીએ પતિની રોજનીશીના પાના ફેરવવા શરુ કર્યા….

પ્રથમ દિવસ….બીજો દિવસ….ત્રીજો દિવસ….કોરું ધાકોર….પછી…
બે ચાર દિવસો એક સાથે ફેરવ્યા…..ત્યાં પણ કોરું ધાકોર…..
મહિના ફેરવ્યા…. ત્યાં પણ કોરું ધાકોર…….
આખરે પત્નીએ કંટાળી વર્ષનું છેલ્લું પાનું ખોલ્યું…
ત્યાં પતિએ લખ્યું હતું….

“હું તારા મોઢે ગમે તેટલી ફરિયાદો કરું પણ તે મારા માટે કરેલા ત્યાગ અને આપેલા અનહદ પ્રેમ બાદ જેને યાદ રાખી હું લખી શકું તેવી કોઈ ખામી દેખાઈ નથી.- તારા પ્રેમ અને ત્યાગે તારી બધી ખામીઓને મારી નજરમાં આવવા જ દીધી નથી……તું દરેક ભૂલ અને ખામીઓથી પર છે…કેમકે તે મારી અક્ષમ્ય ખામીઓ પછી પણ દરેક ડગલે અને પગલે તેં મારો સાથ આપ્યો છે….મારા પડછાયાનો વાંક ક્યાં દેખાય મને…..

હવે અશ્રુની ધારનો વારો પત્નીનો હતો. તેને પતિના હાથમાંથી પોતાની રોજનીશી લઇ તેને કચરા ટોપલીમાં સ્વાહા કરી દીધી…..સાથે સાથે ગમા – અણગમાઓને પણ….

નવપલ્લિત બની…નવપરણિત યુગલની જેમ મહેકી ઉઠ્યું તેમનું જીવન – જીવનની ઢળતી સંધ્યાએ….

એક – બીજાની ખામીઓ શોધવાને બદલે એક – બીજાએ પરસ્પર શું ત્યાગ કર્યું તેનો વિચાર માત્ર આપના જીવનને નવપલ્લિત કરી મુકે છે.

Funny but Interesting Story in Gujarati

એક રસ્તાની બાજુમાં એક ભરવાડ ઘેટાં ચરાવતો હતો. એટલામાં રસ્તા પરથી એક અત્યંત આધુનીક મોટરગાડી પસાર થઈ. એમાં બેઠેલા, પગથી માથા સુધી આધુનીક અને કીમતી પહેરવેશ પહેરેલા કારવાળાને શું સુઝ્યું કે, તેણે ગાડી ઉભી રાખી અને ભરવાડને કહ્યું ,” તારા ઘેટાંઓની કુલ સંખ્યા હું તને કહી દઉં તો તું મને એક ઘેટું આપે?”

ભરવાડ ; “ ચોક્કસ”

પેલા ભાઈએ તો કારમાંથી લેટેસ્ટ લેપટોપ કાઢી, નાસાને મોબાઈલ ફેક્સ કર્યો અને પોતાના જી. પી. એસ. વડે જગ્યાની માહીતી આપી, નાસાની વેબ સાઈટ પરથી જરુરી માહીતી મેળવી. એક્સલના ડેટાબેઝમાંથી માહીતીનો સંગ્રહ કાઢી, જાતજાતના એલ્ગોરીધમ અને પીવોટ ટેબલ વાપરી, જુદા જુદા 60 ટેબલોમાં ગણતરી કરી; અને પોર્ટેબલ પ્રીન્ટર વડે 150 પાનાંનો દળદાર રીપોર્ટ બનાવ્યો. આનો ગહન અભ્યાસ કરી તેણે ચશ્માંની પાછળથી ચુંચી આંખ કાઢી, ગંભીર અવાજે કહ્યું ,” તમારી પાસે બરાબર 1586 ઘેટાં છે.”

ભરવાડ ,” બીલકુલ સાચી વાત. તમને જે ઘેટું ગમે તે તમે લઈ શકો છો.’

પેલા સજજને એક જાનવર ઉપાડીને કારની પાછળની સીટ ઉપર મુક્યું.

હવે ભરવાડ બોલ્યો,” હું તમારો ધંધો શું છે તે કહી દઉં તો તમે મને મારું જાનવર પાછું આપો?”

સજ્જન વદ્યા, “ જરુર.”

ભરવાડે ક્ષણના પણ વીલંબ વીના કહ્યું ,”તમે ઓડીટર છો.”

સજ્જને ચકીત થઈ કહ્યું ,” સાચી વાત . પણ તમને શી રીતે ખબર પડી?”

ભરવાડ ,

“પહેલું – તમે મારી કોઈ જ જરુરીયાત વગર મારી પાસે આવ્યા.

બીજું – મને જેની ખબર હતી જ, તે માહીતી માંગવા માટે તમે મારી પાસેથી ફી લીધી

અને

ત્રીજું – તમને મારા ધંધા વીશે કોઈ જ માહીતી કે જ્ઞાન નથી.

હવે આપણી શરત મુજબ મને મારો કુતરો પાછો આપશો?”