Emotional and short father daughter story in gujarati

​*હૃદયસ્પર્શી.*
એક પિતાએ 

એની *લાડક્વાયી દીકરીની*

સગાઇ કરી. 

છોકરો ખુબ સારો 

અને

સઁસ્કારી હતો 

એટલે 

છોકરીનાં પિતા 

ખૂબ

ખુશ હતા. 

*વેવાઈ* પણ 

*માણસાઈવાળા* હતા 

એટલે 

છોકરીના પિતાને 

માથા પરથી મોટો બોજો 

ઉતરી ગયો હોય

એવી હળવાશ અનુભવતા હતા.
એકદિવસ છોકરીના 

સાસરિયાં વાળાએ

વેવાઈને જમવા માટે તેડાવ્યા. 

તબિયત સારી ના હોવા છતાં છોકરીના પિતા

એમના નવા વેવાઈના 

મહેમાન બન્યા.

દીકરીના સાસરિયામાં 

એમને આદર સાથે

આવકાર આપવામાં આવ્યો. 

વેવાઈ માટે ચા આવી. 

ડાયાબિટીસ હોવાથી 

ડોક્ટરે

ખુબ સાવચેતી રાખવાનું કહેલું 

અને

ખાંડવાલી ચા પીવાથી 

મનાઈ કરેલી 

પણ

નવા સંબંધીને ખોટું ના લાગે 

એટલે 

ચા લઈ લીધી. 

ચાની પહેલી ચૂસકી મારી તો

બિલકુલ ઘર જેવી જ ચા હતી. 

ખાંડ વગરની

અને ઈલાયચી નાંખેલી. 

છોકરીના પિતાને થયું 

મારા ટેસ્ટની આ લોકોને કેમ

ખબર હશે ?
બપોરે જમવા બેઠા ત્યારે પણ 

બધી જ રસોઈ 

ડોકટરે જેવી સલાહ આપી હતી 

તે મુજબની જ હતી. 

બપોરની આરામની વ્યવસ્થા, 

ઉઠીને તુરંત વરિયાળીનું પાણી

બધી જ વ્યવસ્થા ઘર જેવી જ હતી.
છોકરીના પિતાને 

સમજાતું નહોતું કે 

નવા વેવાઈને આ બધી 

ખબર કેમ પડી? 

જયારે એમણે દીકરીના સાસરિયામાંથી વિદાય લીધી 

ત્યારે પૂછ્યા વગર 

ના રહી

શક્યા કે મારે શું ખાવાનું છે ? 

શું પીવાનું છે ?

મને કેવો ટેસ્ટ પસંદ છે ? 

આ બધી ખબર તમને

કેમ પડી ?
દીકરીના સાસુએ કહ્યું , 

” કાલે સાંજે જ

તમારી દીકરીનો 

મારા પર ફોન આવી

ગયો હતો. 

એણે મને કહ્યું કે મારા પપ્પા

એમના સ્વભાવ પ્રમાણે 

કંઈ બોલશે નહી પણ

એની તબિયતને ધ્યાને લેતા 

કેટલીક બાબતોનું 

ખાસ ધ્યાન રાખવાનું છે. 

તમે મારા પપ્પાને સાચવજો.

*”બાપની આંખ ભીની થઇ ગઈ”.*
છોકરીના પિતા ઘરે આવ્યો એટલે

ડ્રોઈંગરૂમમાં રાખેલા સ્વર્ગવાસી

માતાના ફોટા પરથી હાર ઉતારીને

નીચે મૂકી દીધો. 

એના પત્નીએ પૂછ્યું,

“કેમ બાના ફોટા પરથી 

હાર ઉતારી લીધો.”
આંખમાં આંસુ સાથે 

પતિએ એની પત્નીને

કહ્યું, 

“મને આજે ખબર પડી કે 

મારુ ધ્યાન

રાખનારી મારી માં ગઈ જ નથી. 

આ જ

ઘરમાં હવે એ દીકરીના રુપે રહે છે.”
*જેના ઘરમાં દીકરી હોય* એને *બે માનો પ્રેમ મળે છે*

*એક જન્મદાત્રી મા* અને 

*બીજી દીકરીમાં રહીને* 

*બાપને જીવની જેમ સાચવતી મા.”*
*👰દીકરી એ માત્ર દીકરી જ નહી બાપની માં પણ હોય છે.🙋*

Nice and short inspirational story on comman sense and ego in gujarati

​એક ઓટોમોબાઇલ એન્જીનીયરે અફ્લાતૂન કાર બનાવી. કારને જોઇને જ લોકોની આંખો આશ્વર્યથી પહોળી થઇ જાય એવી અદભૂત કાર હતી. એન્જીનિયર કંપનીના માલીકને સરપ્રાઇઝ આપવા માંગતો હતો એટલે ગેરેજના અંદરના ભાગમાં છુપી રીતે આ કાર બનાવવામાં આવી હતી. કાર તૈયાર થયા પછી કંપનીના માલિકને જાણ કરવામાં આવી.
કંપનીના માલિક ગેરેજના અંદરના ભાગે આવ્યા અને કારને જોઇને રીતસરના નાચવા લાગ્યા. કાર બનાવનાર એન્જીનિયરને ભેટીને અભિનંદન આપ્યા અને એન્જીનિયર માટે મોટી રકમના ઇનામની જાહેરાત કરી. કારને હવે ગેરેજના અંદરના ભાગમાંથી બહાર લાવીને પ્રદર્શન માટે મુકવાની હતી. ડ્રાઇવર ગાડી ચલાવીને દરવાજા સુધી આવ્યો પછી અટકી ગયો. દરવાજાની ઉંચાઇ કરતા ગાડીની ઉંચાઇ સહેજ વધુ હતી. એન્જીનિયર આ બાબતને ધ્યાને લેવાનું ભૂલી ગયેલો.
ત્યાં હાજર જુદી-જુદી વ્યક્તિઓએ જુદા-જુદા સુચનો આપવાના ચાલુ કર્યા. એકે કહ્યુ ‘દરવાજાનો ઉપરનો ભાગ તોડી નાંખો, ગાડી નીકળી જાય પછી ફરીથી ચણી લેવાનો’. બીજાએ કહ્યુ ‘ઉપરનો ભાગ તોડવાને બદલે નીચેની લાદી જ તોડી નાંખો અને ગાડી નીકળી ગયા પછી નવી લાદી ચોંટાડી દેવાની’ ત્રીજાએ વળી કહ્યુ ‘ ગાડી દરવાજા કરતા સહેજ જ ઉંચી દેખાય છે એટલે પસાર થઇ જવા દો. ગાડીના ઉપરના ભાગે ઘસરકા પડે તો ફરીથી કલર કરીને ઘસરકાઓ દુર કરી શકાય’.
આ બધા સુચનો પૈકી ક્યુ સુચન સ્વિકારવું એ બાબતે માલિક મનોમંથન કરતા હતા. માલિક અને બીજા લોકોને મુંઝાયેલા જોઇને વોચમેન નજીક આવ્યો અને વિનમ્રતાથી કહ્યુ, “શેઠ, આ કંઇ કરવાની જરૂર નથી. ચારે વીલમાંથી હવા ઓછી કરી નાંખો એટલે ગાડી સરળતાથી દરવાજાની બહાર નીકળી જશે” માલિક સહિત બધાને થયુ કે વોચમેનને જે વિચાર આવ્યો એ વિચાર આપણને કોઇને કેમ ન આવ્યો ?
જીવનમાં આવતી દરેક સમસ્યાને નિષ્ણાંત તરીકેના દ્રષ્ટિકોણથી ન જુવો. મોટાભાગની સમસ્યાઓના ઉકેલ બહુ સરળ હોય છે પણ વધુ પડતા વિચારોથી આપણે સમસ્યાને ગૂંચવી નાંખીએ છીએ.બીજુ કે મિત્રો અને સગા-સંબંધીઓના ઘરના દરવાજા કરતા આપણી ઉંચાઇ વધી જાય અને અંદર પ્રવેશવામાં મુશ્કેલી થાય તો થોડી હવા ( અહંકાર ) કાઢી નાંખવી પછી આરામથી પ્રવેશ કરી શકાશે.

Relations are important then Money… inspirational story in gujarati

એક દિવસ હું મારા એક મિત્ર સાથે તત્કાલ કેટેગરીમાં પાસપોર્ટ બનાવવા અમદાવાદ પાસપોર્ટ ઓફીસ ગયો હતો.

લાઈન માં ઉભા રહીને અમે પાસપોર્ટ નું તત્કાલ ફોર્મ ભર્યું. ગણો સમય થઇ ગયો હતો, હવે અમારે પાસપોર્ટ ની ફીઝ જમા કરવાની હતી. જેવો અમારો નંબર આવ્યો કે તરતજ ઓફિસર સાહેબે બારી બંધ કરી દીધી અને કહ્યું કે ટાઇમ પૂરો થઇ ગયો છે હવે કાલે આવજો.

મેં સાહેબને ખુબ આજીજી કરી, કહ્યું અમે ખુબ દુરથી આવ્યા છીએ, અમે આખો દિવસ આ કામ માં ખરચ્યો છે અને હવે માત્ર ફીઝ ભરવાની બાકી રહી ગઈ છે. મહેરબાની કરને આ ફીઝ જમા કરીલો.

ઓફિસર તો ગુસ્સે થઇ ગયા.
બોલ્યા: તમે આખો દિવસ ખરાચ્યો તો એના માટે શું હું જવાબદાર છું?
અરે સરકારને કહો કે વધારે ઓફિસર ની ભરતી કરે.
હૂતો સવારથી મારું કામજ કરી રહ્યો છું!!

ખેર, મારો મિત્ર ઉદાસ થઈને બોલ્યો, ચાલ હવે કાલે આવીશું..
મેં એને રોકીને કહ્યું, ઉભોરે ફરી એકવાર કોશિશ કરી જોવું.

ઓફિસર સાહેબ પોતાનો થેલો લઈને કેબીન માંથી બહાર ગયા, હું કઈ બોલ્યો નહિ, ચુપચાપ એમની પાછળ ગયો. એ એક કેન્ટીન માં ગયા અને થેલા માંથી પોતાનું લંચ-બોક્ષ કાઢીને ધીમે ધીમે એકલા ખાવા લાગ્યા.

હું એમની સામેની બેચ પર જઈને બેઠો. મેં કહ્યું તમારી પાસે તો ખુબ કામ છે, રોજ નવા નવા લોકોને મળવાનું થતું હશે.
એમને કહ્યું હા, હું રોજ મોટા મોટા અધિકારીઓ ને મળું છું, કોઈ આઈ.એ.એસ, કોઈ આઈ.પી.એસ, વિધાયક નેતા બધા અહી આવે છે. મારી ખુરસી ની સામે મોટા મોટા લોકો રાહ જુવે છે.

પછી મેં એમને પૂછ્યું તમારી પ્લેટ માંથી એક રોટલી હું પણ ખાઈ લઉં?
એમને ‘હા’ કહ્યું,
હું પ્લેટ માંથી એક રોટલી ઉઠાવીને શાક જોડે ખાવા લાગ્યો.
મેં ખાવાના વખાણ કરતા કહ્યું તમારી પત્ની ખુબ સ્વાદીસ્ટ જમવાનું બનાવે છે.

મેં એમને કહ્યું, સાહેબ તમે ખુબ મહત્વપૂર્ણ સીટ પર બેઠા છો, મોટા-મોટા લોકો તમારી પાસે આવે છે. પણ શું તમે તમારી ખુરસી ની ઈજ્જત કરો છો.
તમે ખુબ ભાગ્યશાળી છો કે તમને આટલી મહત્વની જવાબદારી મળી છે, પણ તમે તમારા કામની ઈજ્જત નથી કરતા.

એમને મને પૂછ્યું: એવું તમે કેવી રીતે કહી શકો?
મેં કહ્યું: જો તમે તમારા પદની ઈજ્જત કરતા હોત તો તમે આવા રુસ્ટ અને ક્રોધી સ્વભાવ વાળા ન હોત.
જુવો તમારો કોઈ મિત્ર પણ નથી, તમે રોજ કન્ટીન માં એકલા જમો છો. તમારી ખુરસી પર પણ ઉદાસ થઇને બેસો છો. લોકોનું થતું કામ પૂરું કરવાની જગ્યાએ અટકાવાની કોશિશ કરો છો.
બહાર ગામથી આવી સવાર થી હેરાન થતા લોકોની વિનંતી ઉપર કહો છો કે સરકાર ને કહો કે બીજા ઓફિસરો ની ભરતી કરે?
અરે બીજા ઓફિસરો વધવાથી તમારુજ મહત્વ ઘટશે, અને કદાચ તમારી પાસેથી આ કામ પણ છીનવાઈ જાય.

ભગવાને તમને તક આપી છે સબંધો બનાવવાની. પણ તમારું દુર્ભાગ્ય જોવો, તમે એનો લાભ લેવાની જગ્યાએ સબંધો બગાડી રહ્યા છો.
અમારું શું છે? કાલે આવી જઈશું કે પરમ દિવસે આવી જઈશું,
પણ તમારી પાસે તો મોકો હતો કોઈને રૂણી બનાવવાનો, તમે એ પણ ચુકી ગયા.

મેં કહ્યું પૈસા તો ખુબ કમાઈ લેશો પણ સબંધો નહિ કમાઓ તો બધું બેકાર છે.
શું કરશો પૈસાનું?
તમારો વ્યહવાર ઠીક નઈ રાખો તો તમારા ઘરવાળા પણ તમારાથી દુઃખી રહેશે. મિત્રો તો પહેલેથીજ નથી…

મારી વાત સાંભળીને ઓફિસર સાહેબ રડવા જેવા થઇ ગયા.
બોલ્યા કે, તમે વાત સાચી કહી સાહેબ, હું ખુબ એકલો છું.
પત્ની જઘડો કરી પિયર જતી રહી છે,
છોકરાઓ પણ મને પસંદ નથી કરતા.
માં છે પણ એ પણ ખાસ વાત નથી કરતી.
સવારે ચાર પાંચ રોટલી બનાવીને આપે છે અને હું એકલો એકલો ખાઈ લઉં છું. રાત્રે ઘરે જવાનું પણ મન નથી થતું.
ખબર નથી પડતી કે ગડબડ ક્યાં છે.

હું ધીમેથી બોલ્યો, પોતાની જાતને બીજા જોડે જોડો. કોઈની મદદ થઇ શકતી હોય તો કરો.
જુવો હું અહી મારા મિત્ર ના પાસપોર્ટ માટે આવ્યો છું. મારી પાસે તો પાસપોર્ટ છે. મારા મિત્ર માટે મેં તમારી જોડે આજીજી કારી, વિનંતી કરી. નિસ્વાર્થ ભાવે. માટે મારી પાસે મિત્ર છે, તમારી પાસે નથી.

તેઓ ઉભા થયા અને મને કહ્યું, તમે મારી કેબીન માં આવો. હું આજેજ ફીઝ જમા કરીશ. અને એમણે કામ કરી દીધું.
ત્યાર બાદ એમણે મારો ફોન નંબર માંગ્યો અને મેં નંબર આપી દીધો.

થોડાક વર્ષો વીતી ગયા…
—————–
એક દિવાળી ઉપર એક ફોને આવ્યો.
પીયુષ કુમાર સોલંકી બોલુ છું સાહેબ.
તમે મારી પાસે તમારા કોઈ મિત્ર નો પાસપોર્ટ બનાવવા આવ્યા હતા અને તમે મારી જોડે બેસીને રોટલી પણ ખાધી હતી.
તમે કહ્યું હતું કે પૈસા ની જગ્યાએ સબંધ બનાવો.
મને એકદમ યાદ આવી ગયું.
મેં કહ્યું હાજી સોલંકી સાહેબ, કેમ છો?

એમને કહ્યું સાહેબ તમે એ દિવસે જતા રહ્યા પછી મેં ખુબ વિચાર્યું.
મને લાગ્યું કે પૈસા તો ગણા લોકો આપી જાય છે પણ જોડે બેસીને જમવા વાળું કોઈ નથી મળતું.
સાહેબ, હું બીજાજ દિવસે મારી સાસરીએ ગયો અને ખુબ પ્રાર્થના કરીને પત્ની ને ઘરે લાવ્યો. એ માનાતીજ નહતી, જયારે એ જમવા બેઠી તો મેં એની પ્લેટ માંથી રોટલી લઇને કહ્યું, સાથે જમાડીશ?
એ દંગ રહી ગઈ. રોવા લાગી.
મારી સાથે ચાલી આવી.
છોકરાઓ પણ સાથે આવ્યા.

સાહેબ હવે હું પૈસા નથી કમાતો,
સબંધ કમાઉ છું.
જે આવે છે એનું કામ કરી આપું છું.
સાહેબ આજે તમને હેપ્પી દિવાળી કહેવા માટે ફોન કર્યો છે.
આવતા મહીને મારી દીકરીના લગ્ન છે.
તમારે સહ-પરિવાર આવવાનું છે, દીકરી ને આશીર્વાદ આપવા.
સબંધ જોડ્યો છે તમે…

એ બોલતા રહ્યા,,,
હું સંભાળતો રહ્યો…
વિચાર્યું નહોતું કે સાચ્ચેજ એમના જીવન માં પણ પૈસા ઉપર સબંધો ભારે પડશે..

દોસ્તો
માણસ ભાવનાઓ થી
સંચાલિત થાય છે
કારણો થી નહિ.
કારણોથી તો મશીન ચાલે..

Rashmi Desai and Salman Khan in new wheel bar ad

After Prachi Desai now you can find Rashmi Desai in latest commercial of wheel bar to shake a leg with Salman Khan.

The ad says “Naya Wheel Green Bar – Nimbu Ki Shakti aur Mogre ki Khushbu”

Related Posts Plugin for WordPress, Blogger...